New Update
ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.
આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, અમદાવાદ ના સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓ એ મહાનુભાવોને વિદાયમાન આપ્યું હતું.
ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેએ ગુજરાત મુલાકાત પૂર્ણ કરતાં પહેલાં હેલિકોપ્ટર થી અમદાવાદ શહેરનું વિહંગાવલોકન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ નો વિકાસ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.