ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા

New Update
1 (3)

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષી અને વીજ નિયમન પંચના નવ નિયુક્ત સભ્ય હિરેન શાહને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત વીજ નિયમન પંચના નવ નિયુક્ત સભ્ય હિરેન શાહે પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ  લીધા હતા. આ શપથ વિધિમાં ઊર્જામંત્રી ઋષિકેશ પટેલહાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેન્દ્ર સરીન અને ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ અને વીજ નિયમન પંચના સભ્યો સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરી પંકજ જોષી અને હિરેન શાહને પદભાર સંભાળવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.

Latest Stories