New Update
/connect-gujarat/media/post_banners/6b50d7ea392e11c6dbdd76d372da008a8940ec780ec1ecf09a42705deba07d2f.webp)
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજ સમસ્તમાં સમરસતા, બંધુત્વ અને આપસી પ્રેમની ભાવના સુદ્રઢ કરનારું પર્વ બની રહે તેવી ભાવના સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
Latest Stories