Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિલ્વર મેડલ મેળવનાર ભાવિની સાથે વાતચીત કરી અભિનંદન આપ્યાં

X

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા બદવ અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ રૂપિયા ત્રણ કરોડની પ્રોત્સાહક રાશિ જાહેર કર્યાની વાત કરી ભાવિના પટેલને આગામી પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે તેણીની કારકિર્દીને આગામી દિવસોમાં આ શ્રેષ્ઠ કોચિંગ મેળવી વધુ ઊંચાઇ ઉપર લઇ જવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવિના પટેલના માતા-પિતા સાથે પણ વિડીયો કોલના માધ્યમથી વાત કરી તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Next Story
Share it