છોટાઉદેપુર : ચલામલી-મોર ડુંગર વચ્ચેનો સાંકડો માર્ગ બન્યો જોખમી, જીવના જોખમે લોકો પસાર થવા મજબુર...

ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં પડેલ ભારે વરસાદને લઈ કેટલાય નાળા અને સ્લેબ ડ્રેંનો ધોવાયા હતા. તેમાંનો આ એક ચલામલી અને પાનવડ વચ્ચે માર્ગ પરનું નાળું અને સ્લેબ ડ્રેંન ધોવાયો હતો.

New Update
છોટાઉદેપુર : ચલામલી-મોર ડુંગર વચ્ચેનો સાંકડો માર્ગ બન્યો જોખમી, જીવના જોખમે લોકો પસાર થવા મજબુર...

ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં પડેલ ભારે વરસાદને લઈ કેટલાય નાળા અને સ્લેબ ડ્રેંનો ધોવાયા હતા. તેમાંનો આ એક ચલામલી અને પાનવડ વચ્ચે માર્ગ પરનું નાળું અને સ્લેબ ડ્રેંન ધોવાયો હતો. જેને લઇ પાનવડ, છોટાઉદેપુર, કવાંટ અને મઘ્યપ્રદેશ તરફ જતા રાહદારીઓ માટે રસ્તો બંધ કરાયો હતો. રસ્તો બંધ થતા રાહદારીઓને ભારે હાલકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રોડની એક બાજુ નદી અને 20થી 25 ફૂટ જેટલો ખાડો છે. તો બીજી તરફ, ઊંડાઈ હોય જેથી ડાયવર્જન આપી શકાય તેમ ન હતું. જોકે આર.એન.બી. વિભાગ દ્વારા જે સ્લેબ ડ્રેંનનું ધોવાણ થયું હતું, તેના પર પાઇપો નાખી પથ્થરોનું પુરાણ કરવામાં આવતા રાહદારીઓ માટે અવર-જવર માટે રસ્તો તો બની ગયો. પણ આ રસ્તો જોખમી બન્યો છે. રસ્તો એટલો સાંકડો બની ગયો છે કે, ચાલતા અવર-જવર કરતા રાહદારીઓ સામે જો વાહન આવે તો તેઓએ રોડની બાજુમાં ઉભુ થઈ જવું પડે છે, અને આ સ્થિતિમાં જો વાહનની ટક્કર વાગે તો ખાઈ જેવા ઊંડા ખાડામાં પડાય તેવી પુરેપૂરી શક્યતા રહી છે. કારણ કે, રોડની બાજુમાં નથી પીચિંગ કે, નથી પેરાફિટ. થોડા દિવસ પહેલા પણ એક સાયકલ સવારને વાહનની ટક્કર વાગતાં તે ખાડામાં પડ્યો હતો. જોકે, સદનસીબે તેનો જીવ બચી જવા પામ્યો છે. આવા તો અનેક વાર બનાવો બન્યા છે, તેની તંત્રએ નોંધ લેવાની જરૂર છે.

જોકે, આ એક સાંકડો માર્ગ છે, તેની બંને બાજુએ વળાંક હોય અને સામે કે, પાછળથી આવતું વાહન રાહદારીને નજરે નહીં આવતા તે યુવાન હોય તો તે દોડીને સામે કે, પાછળ જતા રહે છે. પણ વૃદ્ધ હોઈ તો તેઓએ રોડ કિનારે જ ઉભા થઈ જવું પડે છે. અને જરા પણ જો વાહન ચાલક ચૂક કરે તો રાહદારી ખાડામાં પડે તેવી હાલની સ્થિતિ છે. આ રસ્તેથી સ્કૂલના નાના બાળકોને લઈને બસો પણ પસાર થતી હોય છે. અહી ચોમાસાના સમયે તો ખૂબ જોખમ વધી જાય છે. એક તરફ નદીનો ભાગ છે,જો બસ ખાડામાં ખાબકે તો મોટી જાનહાનિ સર્જાય તેવી પણ શક્યતા રહી છે. આ બાબતે જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ આ માર્ગનું સમારકામ શરૂ કરી દેવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. જોખમી કહી શકાય તેવા આ નાળા ઉપર પિચીંગ વર્ક ન હોય અને પેરા ફીટ પણ ન હોય જેથી રાહદારીઓ માટે હવે દિવસેને દિવસે આ માર્ગ જોખમી સાબિત થઈ રહ્યો છે.

Latest Stories