Connect Gujarat
ગુજરાત

પોલીસની સરાહનીય કામગીરી : કિંમતી સામાન સાથેની બેગ મૂળ માલિકને પરત કરતી દીવ પોલીસ...

X

અમદાવાદનો ઉભડીયા પરિવાર ગયો હતો દીવ ખાતે ફરવા

પરિવારની મહિલા દાગીના અને રોકડ ભરેલી બેગ ભૂલી ગઈ

દીવ પોલીસે બેગ શોધી મહિલાને પરત કરતાં માન્યો આભાર

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એક પર્યટક સ્થળ માનવામાં આવે છે, જ્યાં ગુજરાત તેમજ અનેક રાજ્યમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. હાલ દિવાળીની રજા ચાલી રહી છે, ત્યારે અમદાવાદથી જ્યોતિબેન ઉભડીયા પરિવાર સાથે દીવમાં આવેલ નાગવા બિચ ખાતે ફરવા ગયા હતા, જ્યાં બીચ ઉપર દરિયામાં નાહવા ગયા બાદ જ્યોતિબેન ઉભડીયા ચેન્જીંગ રૂમમાં કપડા ચેન્જ કરવા ગયા હતા, જ્યાં તેઓ પાર્કિંગ એરિયામાં પોતાની બેગ ભૂલી ગયા હતા. જેમાં 2 સોનાની ચેન, 2 સોનાની વીંટી, એક કાનની બુટી મળી 2 લાખના દાગીના તેમજ રોકડ રકમ 20 હજાર હતા.

દીવ જિલ્લા પોલીસ અધિક્ષક પિયુસ ફૂલઝેલેના માર્ગદર્શન હેઠળ વણાંકબારા કોસ્ટલ પોલીસ તેમજ નાગવા આઉટ પોસ્ટ પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇના નેતૃત્વમાં બીટ જમાદાર તેમજ તેમનો સ્ટાફ પેટ્રોલિંગ કરતા સમયે મહિલાએ ગુમાવેલી બેગ તેઓને નજરે પડી હતી. જે બેગ ત્યાંથી લઈને જ્યોતિબેન ઉભડીયા તેમજ તેમના પરિવારને પરત કરી દીવ પોલીસ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું હતું, ત્યારે સરાહનીય કામગીરી બદલ ઉભડીયા પરિવાર દ્વારા દીવ પોલીસનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું જણાવ્યું હતું.

Next Story