Connect Gujarat
ગુજરાત

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી કરી જાહેર

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી કરી જાહેર
X

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ,મહેસાણા,નવસારી અને રાજકોટ બેઠક માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.

કોંગ્રેસે જાહેર કર્યા લોકસભાની બાકીની ચારેય બેઠકના ઉમેદવાર

• પરેશ ધાનાણી રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર

• હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર

• રામજી ઠાકોર મહેસાણાથી કોંગ્રેસના ઉમેદવાર

• નૈષધ દેસાઈ નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર



અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે હિંમતસિંહ પટેલની નામની જાહેરાત કરવામાં આવી છે. હિંમતસિંહ પટેલ નામની જાહેરાત બાદ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે, પક્ષને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અમદાવાદ શહેરમાં મેયર તરીકે કોર્પોરેટર તરીકે અને ધારાસભ્ય તરીકે સેવા આપી છે જ્યારે જરૂર પડ્યે લોકોની સાથે હંમેશા રહ્યો છું. માત્ર ચૂંટણી જ નહિ પણ 365 દિવસ કાર્યલય શરૂ હોય છે. મારો નિર્ણય પક્ષે કરવાનો હતો. પક્ષે વાત કરી કે પક્ષને તમારી જરૂર છે. પક્ષે આદેશ કર્યો એટલે એ શિરોમાન્ય હોય. ચૂંટણી માટેના સંકેતો મળી ચૂક્યા હતા. એટલે જ માનસિક રીતે, ફિઝિકલ અને રાજકીય રીતે તૈયાર રહેવું પડે.

Next Story