Connect Gujarat
ગુજરાત

દમણ-દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું, પોતાની ભવ્ય જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો...

સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ પર પણ આક્ષેપ કર્યા

X

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ

દમણ-દીવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે કેતન પટેલ

ઉમેદવાર કેતન પટેલે મોટી દમણ માર્કેટમાં જનસભા યોજી

સભા બાદ કેતન પટેલ દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરાયું

મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ-સમર્થકો ઉપસ્થિત રહ્યા

દમણ-દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી. દમણ-દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોચ્યા હતા, જ્યાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ પર પણ આક્ષેપ કર્યા હતા.

સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરી જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, કેતન પટેલ સંઘપ્રદેશ દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. વર્ષ 2019માં પણ આ બેઠક પર કેતન પટેલની સામે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો.

આ વખતે પણ આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે, અને હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ 2019માં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એક વખત પ્રતિષ્ઠા ભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. ફોર્મ ભર્યા બાદ કેતન પટેલે આ વખતે દમણ-દીવ બેઠક પર કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story