/connect-gujarat/media/post_banners/9d2a5a140b42f6dfcb894992da7fe476226c858d719dbbc7217ecdd33908190a.jpg)
વલસાડ-ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ
વલસાડ-ડાંગ બેઠક પર પ્રચાર કરવા પહોચતા સ્ટાર પ્રચારકો
કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ વલસાડમાં યોજી સભા
વલસાડ-ડાંગ, નવસારી, બારડોલીના ઉમેદવારોનો કર્યો પ્રચાર
અનેક મુદ્દે PM મોદી સહિત ભાજપ સરકારને આડે હાથ લીધી
વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. હવે સ્ટાર પ્રચારકો પણ જિલ્લામાં પ્રચાર કરવા પહોંચી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ વલસાડ જિલ્લામાં કોંગ્રેસ પક્ષનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુરના દરબારગઢ કમ્પાઉન્ડમાં પ્રિયંકા ગાંધીની સભા યોજાય હતી. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં યોજાયેલી આ સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના પ્રદેશના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના મહત્વના સ્થળે યોજાયેલી આ સભા ન માત્ર વલસાડ જિલ્લા પરંતુ દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની ત્રણેય બેઠકોને અસર કરતા હોવાથી પ્રિયંકા ગાંધીની સભામાં મંચ પર વલસાડ-ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની સાથે નવસારીના ઉમેદવાર નૈષધ દેસાઈ અને બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારનો સૌથી જાણીતો ચહેરો છે, ત્યારે કોંગ્રેસ પક્ષે આ વખતે તેમને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. આમ ભાજપ સામે આ વખતે અનંત પટેલ મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ રોચક બન્યો છે. સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારને આડે હાથ લીધી હતી.
તો ચૂંટણીના માહોલમાં પ્રિયંકા ગાંધીની સભાથી આ બેઠકની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે તેવી કોંગ્રેસ અગ્રણીઓ આશા સેવી રહ્યા છે.