ગીર સોમનાથ : કોડીનારનાં શીંગવડા ડેમની કેનાલ સફાઈ કામગીરી મુદ્દે વિવાદ,ખેડૂતોનાં ભ્રષ્ટાચારના આક્ષેપ

ડેમમાંથી નીકળતી આશરે 45 કિલોમીટર લાંબી કેનાલ દ્વારા તાલુકાના 16 ગામોની લગભગ 1200 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.

New Update
  • શિંગોડા ડેમની કેનાલ સફાઈ કામગીરી મુદ્દે વિવાદ

  • કામગીરીને લઈને ખેડૂતોમાં જોવા મળ્યો અસંતોષ 

  • ખેડૂતોએ કામગીરી સામે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોન્ટ્રાકટર દ્વારા કામગીરીમાં  ગોબાચારીના આક્ષેપ

  • સિંચાઈ વિભાગે આક્ષેપો નકારી કાઢ્યા  

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા શિંગોડા ડેમની કેનાલ સફાઈ કામગીરી મુદ્દે વિવાદ શરૂ થયો છે,અને ખેડૂતોએ આ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.જ્યારે આ આક્ષેપો સામે સિંચાઈ વિભાગે પણ પ્રતિક્રિયા આપી હતી. 

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા શિંગોડા ડેમની કેનાલ સફાઈ કામગીરી વિવાદમાં સપડાઈ છે. આ ડેમમાંથી નીકળતી આશરે 45 કિલોમીટર લાંબી કેનાલ દ્વારા તાલુકાના 16 ગામોની લગભગ 1200 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ કેનાલની સફાઈ માટે સિંચાઈ વિભાગ દ્વારા 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે.

આ મહત્વપૂર્ણ કામગીરીને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હરભોલે બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કેનાલ સફાઈ માત્ર નામ પૂરતી અને ઉપરછલ્લી છે.ખેડૂતોના મતેકેનાલના અંદરના ભાગમાં ભરાયેલો કાદવઝાડી-ઝાંખરા અને કચરો યોગ્ય રીતે દૂર કરવામાં આવ્યો નથી. જેના કારણે આગામી સિંચાઈ સિઝનમાં પાણીની વહેંચણી પર ગંભીર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

આ સમગ્ર મુદ્દે સિંચાઈ વિભાગે ખેડૂતોના આક્ષેપોને નકારી કાઢ્યા છે. વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વિવેક રાઠોડે જણાવ્યું હતું કેકેનાલ સફાઈની કામગીરી નિયમો અને માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે કામગીરી હજી પૂર્ણ થઈ નથી અને આગામી 20 દિવસ સુધી સફાઈ કાર્ય ચાલુ રહેશે.

Latest Stories