Covid-19 : રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોધાયા, રિકવરી રેટ 98.76 ટકા થયો

ગુજરાતમાં આજે કોરોનાના 10 નવા કેસ નોધાયા છે. રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે.

New Update

ગુજરાતમાં આજે કોરોનાના 10 નવા કેસ નોધાયા છે. રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.રાજ્યમાં આજે 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,154 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.

ગુજરાતમાં આજે 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં એક, મહીસાગરમાં 1, સુરત કોર્પોરેશનમાં એક, વડોદરામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.

રાજ્યમાં 4,32,039 ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,54,69,490 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

#Gujarat #Covid 19
Here are a few more articles:
Read the Next Article