Connect Gujarat
ગુજરાત

"અજીબ ઘટના" :રાજયભરમાં આકાશમાં ઉલ્કા જેવો પદાર્થ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું

અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું

X

સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું હતું. પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો. જો કે, અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે. આ સંજોગોમાં આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે.

આકાશમાં મોડી સાંજના સમયે ઉલ્કાપિંડ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ કારણે લોકોમાં પહેલાં તો ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઉલ્કાપિંડ જેવો પદાર્થ ખરતો તારો હોવાનો પણ પહેલા લોકોને ભાસ થયો હતો. લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. બીજીતરફ આ અવકાશી પદાર્થ કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાતની અવકાશ નિષ્ણાતોએ પુષ્ટિ કરી હતી.

મોડી સાંજે કચ્છ-સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ અવકાશી ગોળા જેવો ચમકદાર પદાર્થ જોવા મળ્યો હતો. પહેલી નજરે ઉલ્કાપિંડ જેવો લાગતો આ પદાર્થ પછીથી ખરતો તારો હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું હતું. અલબત્ત આ અંગે વડોદરાના અવકાશી નિષ્ણાત દિવ્યદર્શન પૂરોહિતે જણાવ્યું હતું કે, આ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. આ કાટમાળ અવકાશમાં તરી રહેલા હજારો કૃત્રિમ ઉપગ્રહો કે જેઓ હાલ નકામા થઈ ગયા છે તેમાંના એકનો પણ હોઈ શકે છે.

Next Story