દાહોદ : "અન્ય સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખે છે" કહી મહિલાને જાહેરમાં મારનાર 4 ઈસમોની ધરપકડ

સાગડાપાડા ગામે મહિલાને મારવામાં આવ્યો હતો માર, જાહેરમાં માર મારતો વિડિયો થયો હતો ખૂબ વાઇરલ.

દાહોદ : "અન્ય સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખે છે" કહી મહિલાને જાહેરમાં મારનાર 4 ઈસમોની ધરપકડ
New Update

દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે અન્ય કુંટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખે છે, તેમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હોવાનો વિડિયો વાઇરલ થતાં પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી છે.

દાહોદ જિલ્લામાં મહિલા પર અત્યાચાર થતો હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. કેટલાક લોકો એક મહીલાને જાહેરમાં માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. જેમાં મહીલાના વાળ ખેંચી તેને બેરહેમીપૂર્વક લાકડીના ફટકા મારી અપશબ્દો બોલ્યા હતા. તે દરમ્યાન આસપાસ ઉભેલા લોકો પણ બર્બરતાનો તમાશો જોઈ રહ્યા હતા.

જોકે, સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભાષા પરથી આ બનાવ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો હોવાનું અનુમાન લગાડવામાં હતું. જોકે, વિડિયો વાઇરલ થતાં દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. તો બીજી તરફ આ મામલે અત્યાચારનો ભોગ બનેલ મહિલાએ સુખસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વિડિયોના આધારે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આરોપીઓની વધુ પૂછપરછ કરાતા અન્ય કુંટુંબની સ્ત્રીઓ જોડે બોલાચાલી રાખતા રોષે ભરાય તેઓએ માર માર્યો હોવાનું જણાવ્યુ હતું.

#accused #Dahod #Dahod police #Woman Harassment #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article