Connect Gujarat
ગુજરાત

દાહોદ : પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી થયો ફરાર, જિલ્લાભરની પોલીસ દોડતી થઈ

આગાવાળા ગામનો લાલા માલીવાડ 6 વર્ષ અગાઉ એટલે કે, વર્ષ 2017માં સગીરા જોડે આચરેલ દુષ્કર્મ તેમજ પોસ્કો અંતર્ગત તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

X

દાહોદમાં 6 વર્ષ અગાઉ સગીર વયની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જામીન મુક્ત થયેલો આરોપી કોર્ટમાં હાજર ન રહેતા પુનઃ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો. ત્યારબાદ જેલમાં બીમાર પડતાં સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપી પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, દાહોદ તાલુકાના આગાવાળા ગામનો લાલા માલીવાડ 6 વર્ષ અગાઉ એટલે કે, વર્ષ 2017માં સગીરા જોડે આચરેલ દુષ્કર્મ તેમજ પોસ્કો અંતર્ગત તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસે તેને પકડી જેલ ભેગો કર્યો હતો. ત્યારબાદ કોર્ટે લાલા માલીવાડને જામીન આપ્યા હતા. ત્યારબાદ જામીનમુક્ત થયેલો આરોપી કોર્ટમાં મુદ્દતે હાજર ન રહેતા કોર્ટે બિન જામીન પાત્ર વોરંટ જારી કર્યો હતો. ત્યારબાદ દાહોદ રૂલર પોલીસે પુનઃ આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ઉપરોક્ત આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો, જ્યાં જેલમાં આરોપી બીમાર પડતા તેને પોલીસ જાપ્તા હેઠળ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આરોપીએ પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, આરોપી ફરાર થઈ જતા દાહોદ રૂલર પોલીસ, એલસીબી તેમજ અન્ય પોલીસ ખાતાની એજન્સીઓ પોલીસ જપ્તામાંથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story