દાહોદ જિલ્લાના ઝાલોદની ઠુંઠી કંકાસીયા ચોકડી પરથી ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહી ભરી લઈ જતું પીકપ વાહન સાથે દાહોદ એસઓજી પોલીસે એક આરોપીની ઘરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, ઝાલોદની ઠુંઠી કંકાસીયા ચોકડી પરથી ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પદાર્થ ભરી લઈ જતું પીકપ વાહન નંબર GJ-07-YZ-8891ના ચાલક પાસે કોઈ આધાર પુરાવા અને એકસપ્લોઝીવ પેટ્રોલીયમને લગતું લાયસન્સ મેળવ્યા વગર અને ફાયર સેફ્ટીના સાધનો રાખ્યાં વિના બેદરકારીથી માનવ જીંદગી માટે ભય ઉભો થાય તેમ ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી વેંચાણ કરવા લઈ જવાતો જથ્થો દાહોદ SOG પોલીસે ઝડપી પાડ્યો હતો.
જેમાં 2,200 લિટર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો રૂપિયા 1.32 લાખની કિંમતનો જથ્થો તેમજ પીક વાહન મળી અંદાજે રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દાહોદ SOG પોલીસે એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.