દાહોદ : ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડતાં રેલ કર્મીઓની સતત 36 કલાક કામગીરી, હાલ રાબેતા મુજબ રેલ વ્યવહાર શરૂ

New Update
દાહોદ : ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડતાં રેલ કર્મીઓની સતત 36 કલાક કામગીરી, હાલ રાબેતા મુજબ રેલ વ્યવહાર શરૂ

મંગલ-મહુડી નજીક ગુડ્સ ટ્રેન ખડી પડવાનો મામલો

દિલ્હી-મુંબઈ રેલ વ્યવહારને પહોચી હતી મોટી અસર

36 કલાક કામગીરી બાદ રેલ વ્યવહાર રાબેતા મુજબ

દાહોદ જિલ્લાના મંગલ મહુડી નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે ઓવરહેડ વીજ વાયરો તૂટી જતાં રેલ વ્યવહારને મોટી અસર પહોચી હતી. જેમાં દિલ્હી-મુંબઈની કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરાય હતી, તો કેટલીક ટ્રેનોને રદ્દ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ મુંબઈ અને દિલ્હી તરફ જવાનો મુખ્ય રેલ માર્ગ દુર્ઘટનાને લઈને બંધ થવા પામ્યો હતો. આ ઘટના બાદ રેલ્વે વિભાગને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.

સમગ્ર મામલે રતલામ રેલ્વે મંડળના DRM તેમજ GRMની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી હતી. જેમાં 800 જેટલાં રેલ કર્મચારીઓની સતત 36 કલાકની મહેનત બાદ મુંબઈ અને દિલ્હી વચ્ચે અપ-ડાઉન રેલ વ્યવહારને રાબેતા મુજબ શરૂ કરાયો છે. આ સાથે જ રેલ્વે વિભાગ દ્વારા આ દુર્ઘટનાનું તારણ કાઢવા માટે એક ટીમની નિમણૂંક કરવામાં આવી છે.

Latest Stories