Connect Gujarat
ગુજરાત

દાહોદ: ઇન્દોર અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત

ઇન્દોર અમદાવાદ હાઇવે સતી તોરલ હોટલ નજીક ઝાલોદના બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યુ

દાહોદ: ઇન્દોર અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત
X

દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે સતી તોરલ હોટલ નજીક ઝાલોદના બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ. દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે સતી તોરલ હોટલ નજીક ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે રહેતો યુવક અને ફાઇનાન્સમાં નોકરી કરતો હતો તે તારીખ 27 મી ઓગસ્ટના રોજ દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ સતી તોરલ હોટલ નજીક તેની પોતાની મોટરસાઇકલ લઈને ક્યાંક જઈ રહ્યો હતો તેવા સમયે એક અજાણ્યા ગાડીના ચાલકે તેને ટક્કર મારતા તે જમીન ઉપર પટકાયો હતો અને તેનું ઘટના સથળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે અજાણયો ગાડીનો ચાલક ઘટના સ્થળેથી અકસ્માત સર્જી ફરાર થયો હતો અને અકસ્માતની ઘટનામાં આજુબાજુના લોકો ભેગા થયા હતા અને આ અકસ્માતની ઘટનાની જાન આજુબાજુના લોકોએ પોલીસને કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મરણ જનાર યુવકની ડેડબોડીને ઝાયડસ હોસ્પિટલ અર્થે પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી અને અજાણ્યા ગાડી ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ તાલુકા પોલીસે હાથ ધરી અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

Next Story