Connect Gujarat
ગુજરાત

દાહોદ: માણેક ચોક પર રાત્રીના સમયે કાર ચાલકે રાહદારીઓને લીધા અડફેટે,ચાર ઇજાગ્રસ્તો..

માણેક ચોક ઉપર ઉભેલા રાહદારીઓ તેમજ પાનના કેબિનને અડફેટે લેતા અફરાતફરીનો વિસ્તારમાં માહોલ સર્જાયો

X

દાહોદમાં માણેક ચોક પર રાત્રીના સમયે કાર ચાલકે રાહદારીઓને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી જેમાં ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા દાહોદ શહેરમાં આવેલા માણેક ચોક પર રાત્રીના સમયે લોકોની મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોય છે અને મોટા ભાગના ધંધા રોજગાર અને રહેણાંક વિસ્તારો પણ આવેલા છે ત્યારે રાત્રીના સમયે અચાનક પૂરઝડપે અને ગફલત ભરી રીતે ઇકો ગાડીનો ચાલક મનોજ જમાલ મિનામાં પૂરઝડપે હંકારી લઈને આવી રહ્યો હતો જ્યાં માણેક ચોક ઉપર ઉભેલા રાહદારીઓ તેમજ પાનના કેબિનને અડફેટે લેતા અફરાતફરીનો વિસ્તારમાં માહોલ સર્જાયો હતો

જયારે ઇકો ગાડી ચલાવી અકસ્માત સર્જનાર મનોજ જમાલ મિનામાં સ્થાનિક લોકોના હાથે ઝડપાઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ઇકો ગાડીનો માલિક રાજેશ ઉર્ફે કાલુ ડાંગી અને તેનો એક અન્ય મીત્ર ગાડીમાંથી લોકોની ચૂંગાળમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા ત્યારે ઘટના સ્થળે સ્થાનિક એ ડિવિઝન પોલીસ પહોંચી જતા લોકોના કબ્જામાં રહેલો ઇકો ગાડી ચલાવી અકસ્માત સર્જનાર મનોજ જમાલ નિનામાને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો ત્યારે આ હિટ એન્ડ રનની ઘટનામાં પાનના કેબિનનો માલિક અને અન્ય ત્રણ રાહદારીઓને હાથે પગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

Next Story