Connect Gujarat
ગુજરાત

દાહોદ : પાલિકા કચેરીના પ્રવેશ દ્વારને કોંગ્રેસે કરી તાળાબંધી, નગરજનોના પ્રાણપ્રશ્નોને લઈને નોંધાવ્યો વિરોધ...

X

દાહોદના નગરજનો દ્વારા વિવિધ મુદ્દે રજૂઆત

કોંગ્રેસે પાલિકા કચેરીના ગેટને કરી તાળાબંધી

પોલીસે કરી કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત

દાહોદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના નાગરિકોને પડતી સમસ્યાઓને લઈને ઘરે ઘરે જઈને વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા ખાતે નગરજનોની સમસ્યાઓની રજુઆતને લઈને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને આવેદન આપી રજુઆત કરવા માટે માજી સાંસદ પ્રભા તાવીયાડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામા, ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકા બારીયા તેમજ જિલ્લા અને શહેરના કોંગ્રેસી હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરપાલિકામા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન મળતા પાલિકા કચેરી ગેટને તાળા મારી વિરોધ દર્શાવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે કેટલાક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે, મુખ્ય અધિકારી આવી જતા પાલિકા ગેટના તાળા ખોલી પાલિકા બહાર જ નગરજનોની સમસ્યાઓને લઈને કોંગી આગેવાનોએ રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના હોદ્દેદારો મામલતદાર કચેરી ખાતે પહોંચી નગરજનોની વિવિધ સમસ્યા તેમજ વિધવા પેન્શન સહાય યોજનાને લઈને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.


Next Story