/connect-gujarat/media/post_banners/e6094169d8e9eb0d79ec8c6473c5493b8c45e88436e38a458a3ef0c71c3397d4.jpg)
દાહોદ પોલીસે રાછરડા ગામે ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી રૂ.1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દાહોદ તાલુકાના રાછરડામાં મોટાપાયે જુગારધામ ચાલી રહ્યો છે. તેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાછરડા ગામ ખાતે ધમધમતા જુગારધામ પર દરોડો પાડતા જુગારીયાઓમાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા.એલસીબીની ટીમે સ્થળ પરથી 12 જુગારીઓને ઝડપી તેઓની અંગઝડતી તેમજ દાવ પરથી કુલ 6000 રૂપિયાની રોકડ રકમ, 7 વાહનો, 12 મોબાઈલ ફોન મળી કુલ કુલ 1.06 લાખનો મુદ્દામાલ કબજે કરી 12 જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.