/connect-gujarat/media/post_banners/901e67719c591b2e1b8de7a259281344a4fb4ac2f3ee9158216f6212050a8f76.jpg)
દાહોદ શહેરમાં ખોદકામ દરમ્યાન પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મૂર્તિને મંદિરમાં મૂકી પુજા અર્ચના કરવામાં આવી હતી.
દાહોદ શહેરના એમ.જી. રોડ નજીક ગેસ પાઈપલાઈનના કામકાજ અર્થે ચાલી રહેલા ખોદકામ દરમ્યાન કૃષ્ણ ભગવાનની ખંડિત મૂર્તિ મળી આવી હતી, ત્યારે વાત વાયુવેગે પ્રસરતા લોકો આશ્ચર્ય સાથે આ મૂર્તિના દર્શન કરવા માટે સ્થળ પર પહોચ્યા હતા. જમીનમાંથી નીકળેલી ભગવાનની ખંડિત મૂર્તિ લગભગ 1 હજાર વર્ષ જૂની હોવાના આનુમાન સાથે જાણકારોએ જણાવ્યુ હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કૃષ્ણ ભગવાનની મૂર્તિને મંદિરમાં મૂકી પુજા અર્ચના કરવામાં આવી હતી. જોકે, આ પ્રાચીન મૂર્તિ કેટલી જૂની છે તેની ચોક્કસ માહિતી પુરાતત્વ વિભાગની તપાસ બાદ બહાર આવશે.