દાહોદ : ભેજાબાજોએ ડેપો મેનેજરની આઇડી પાસવર્ડ હેક કરી સરકારને લગાડ્યો લાખો રૂપિયાનો ચૂનો,જુઓ સમગ્ર મામલો..!

સાયબર સેલે દાહોદના 3 એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી..

New Update
દાહોદ : ભેજાબાજોએ ડેપો મેનેજરની આઇડી પાસવર્ડ હેક કરી સરકારને લગાડ્યો લાખો રૂપિયાનો ચૂનો,જુઓ સમગ્ર મામલો..!

ગોંડલના 4 એજન્ટ અને ગોંડલ ડેપોના કંડકટરની સંડોવણી સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી - પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક કરેલી ટ્રીપ રદ કરી લાખોનું રિફન્ડ મેળવવાના કૌભાંડમાં સાયબર સેલે દાહોદના 3 એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી..

દાહોદ અને ગોંડલના 4 એજન્ટ તેમજ ગોંડલ ડેપોના કંડકટરની સંડોવણી સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી - પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક કરેલી 60 ટ્રીપ રદ કરી લાખોનું રિફન્ડ મેળવવાના કૌભાંડમાં સાયબર સેલે દાહોદના 3 એજન્ટ, ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ કરતા ચાર એજન્ટ વિપુલ મોહનીયા, ચિંતન પંચાલ, કુલદીપસિંહ જાડેજા, સુરેશજનકસિંહ જાડેજા, સુરેશ નલવાયા અને ગોંડલ ડેપોના બસ કંડકટર અનવર યુસુફ આકબાણીની ધરપકડ કરી હતી .

પોલીસના જણાવ્યા પ્રમાણે ડેપો મેનેજરના આઇડી - પાસવર્ડ ચોરી આ રેકેટ આચરવામાં આવ્યું હતું. એસટીના જ કોઇ સ્ટાફે ભૂમિકા ભજવી હોવાની શક્યતા છે . આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં કુલ 60 ટ્રીપનું બુકિંગ રદ કરી છે જે 1.58 લાખનું રિફન્ડ મેળવવામાં આવ્યું હતું. તે રિફંડની રકમ દાહોદના 11 બુકિંગ એજન્ટના એકાઉન્ટમાં જમા થઇ હતી . જે દિશામાં સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સને આધાર બનાવી તપાસ કરી હતી.

Latest Stories