Connect Gujarat
ગુજરાત

દાહોદ : દેવગઢબારિયામાં બંધ પડેલ ઐતિહાસિક ટાવર ઘડિયાળને પુનઃ ડંકા રણકતી કરાઈ

દાહોદ : દેવગઢબારિયામાં બંધ પડેલ ઐતિહાસિક ટાવર ઘડિયાળને પુનઃ ડંકા રણકતી કરાઈ
X

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં ઐતિહાસિક ટાવરની ચારે બાજુ દેખાતી ઘડિયાળ લાગેલી છે, જે અઢી વર્ષ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં હતી, ત્યારે આ ટાવર ઘડિયાળને નગરપાલિકાના પ્રમુખ ડો. ચાર્મી નીલ સોનીએ રીપેર કરાવી જનતા માટે પુનઃ શરૂ કરાવી હતી.


દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં ઐતિહાસિક ઇમારતો અને સ્ટેટ સમય નગર રચનામાં સમગ્ર બારીયામાંથી દેખાય તેવો ટાવર છે. આ ટાવર ઉપર ચારે બાજુ ઘડિયાળ લાગેલી છે, જેના ડંકા અઢી કિલોમીટર સુધી સંભળાય છે. આ ટાવર નગરપાલિકા દેવગઢબારિયા સંચાલિત હતો, જે અઢી વર્ષ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં હતો, ત્યારે આ ટાવર ઘડિયાળને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોનીએ શરૂ કરવાની નેમ લીધી હતી.

જેને દેવગઢ બારીયાના રહીશ અને વારસામાં મળેલી કારીગરી 8 દિવસની મથામણ બાદ મોહિત સોનીએ આ ટાવરને ડંકા રણકતો કરી દીધો હતો. દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા આ ટાવર રણકતો થતાં તેના મશીન અને યંત્ર સામગ્રીની પૂજા વિધિ કરી હતી. આ ટાવર શરૂ કરનાર કારીગર મોહિત સોનીનો સન્માન પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ ટાવર રણકતો થઈ જતા સમગ્ર નગરજનોએ આ બાબતની ખુશી વ્યક્ત કરી હતી.

Next Story