દાહોદ: ફાયનાન્સની ઓફિસમાંથી રૂ. 7.90 લાખની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ

ફાયનાન્સની ઓફિસમાંથી રૂ. 7.90 લાખની ચોરી, પોલીસે ગણતરીના સમયમાં 2 આરોપી કરી ધરપકડ.

New Update
દાહોદ: ફાયનાન્સની ઓફિસમાંથી રૂ. 7.90 લાખની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ

દાહોદના દેવગઢ બારીયામાં આવેલી ખાનગી ફાયનાન્સની ઓફિસનું લોકર તોડી ૭.૯૦ લાખ રૂપિયાની ચોરી કરીને ભાગેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેવગઢ બારીયા નગરમાં ધાનપુર રોડ પર આવેલી સંપદન ફાઇનાન્સની ઓફિસને ગઈ કાલે રાત્રે તસ્કરોએ બાનમાં લઈને ટારગેટ બનાવી હતી જેમાંથી ઓફિસની બારી તોડી અંદર પ્રવેશ કરી લોકર તોડીને લોકરમાં મૂકી રાખેલા ૭.૯૦.૦૪૬ રોકડા રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ મામલે દેવગઢ બારીયા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં દેવગઢ બારીયા પોલીસે ઘરફોડ ચોરીના ગુના બાબતે સંપદન ફાઇનાન્સના મેનેજર પંચમહાલ જિલ્લાના મોરડુંગરાની નવી વસાહતમાં રહેતા મુકેશ પટેલીયા તેમજ કેશિયર રઘુ મેડાની દેવગઢ બારીયા પોલીસે ધરપકડ કરી ફાયનાન્સ ઓફિસમાંથી ચોરી કરેલા રૂપિયા ૭.૯૦.૦૪૬ રકમ દેવગઢ બારીયા પોલીસે બંને આરોપીઓ પાસેથી રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories