Connect Gujarat
ગુજરાત

દાહોદ: ઘૂંટણસમા કાદવમાં નનામી કાઢવા લોકો મજબૂર; જુઓ વિકાસ મોડેલ ગુજરાતની વાસ્તવિક્તા

દાહોદમાં ઘૂંટણસમા કાદવમાં નનામી કાઢવા લોકો મજબૂર, આઝાદી બાદ પણ પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ.

X

દાહોદના જાલતમાં ભૂરીયા ફળિયામાં આશરે 300 જેટલા ઘરો આવેલા છે અને આ વિસ્તારના રહીશોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્મશાન ખાતે જવા આઝાદી બાદ પણ રસ્તો બન્યો નથી અને ઘૂંટણસમા કાદવ કીચડમાંથી નનામી કાઢવા મજબૂર છે.

આ કોઈ બિહાર કે પછાત રાજ્ય નથી દેશનું રોલ મોડેલ જેને માનવામાં આવે છે તે ગુજરાતના એક જિલ્લાના વિસ્તારની તસ્વીર છે. કદાચ આ દ્રશ્ય જોઈ આપને આંચકો લાગશે કે ગુજરાતમાં આવવું હોય પણ આ દર્શ્યો જે અમે આપને બતાવી રહ્યા છે તે છે દાહોદ તાલુકામાં આવેલા જાલતના... અહીં ભુરીયા ફળિયાના રહીશોને વર્ષોથી રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે.

અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિવારણ નથી આવી રહ્યું. હદ તો ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિના મોત બાદ પણ નનામી લઈને જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું પડે તો પણ આવી પરિસ્થિતિમાં જ પસાર થવું પડે છે. વાડાના માનવી સુધી સરકાર અનેક વિકાસના દાવાઓ કરી રહી છે.

આદિજાતિ વિસ્તારોમાં ગામડે ગામડે રોડ, વીજળી અને સુવિધા ના મોટા મોટા દાવા થઈ રહ્યા છે પરંતુ દાહોદ તાલુકાનાં જાલત ખાતે સરકારના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અહીં જો આપ ધ્યાન રાખીને ના ચાલો તો સમજો કે આપનું પડવાનું નક્કી છે. જાલતના ભૂરીયા ફળિયામાં આશરે 300 જેટલા ઘરો આવેલા છે પરંતુ આ વિસ્તારના રહીશોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્મશાન ખાતે જવા માટે આજદિન સુધી રસ્તો નથી મળ્યો.

કાચી માટીના રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. સૌથી વધુ કફોડી હાલત ચોમાસામાં થાય છે જ્યારે કોઈ પરિવારમાં સ્વજનનું મૃત્યુ થાય તો તેની અંતિમક્રિયા માટે નનામી લઈને સ્મશાન સુધી જવું એટલે સ્થાનિક માટે કપરી સ્થિતિ સર્જાય છે.

આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહન તો દૂરની વાત અહી થી પગપાળા જવું એ પણ મુશ્કેલી ભર્યું કામ છે પગ મૂકતાં જ ઘૂટ્ણ સુધી પગ કીચડમાં ખુપી જાય છે એવા રસ્તા પરથી નનામી લઈને પસાર થવું પડે છે.

Next Story
Share it