Connect Gujarat
ગુજરાત

દાહોદ : ઝાલોદમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોની સાયકલ રેલી

ઝાલોદ ખાતે કોંગી અગ્રણીઓએ સાયકલ રેલી યોજી, મામલતદારને આવેદન પત્ર પાઠવી કરાય રજૂઆત.

X

દેશભરમાં મોંઘવારીના કારણે મધ્યમ વર્ગના લોકો પર બોજ વધ્યો છે, ત્યારે દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગી અગ્રણીઓએ સાયકલ રેલી યોજી ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવો કર્યો હતો.

દેશમાં છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે રાંધણ ગેસ તથા તેલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. જેના કારણે સામાન્ય માણસની હાલત કફોડી બની છે, ત્યારે ઝાલોદ ખાતે કોંગી અગ્રણીઓ સહિત કાર્યકરો દ્વારા મોંઘવારીના વિરોધમાં સાયકલ લઈને જન ચેતના રેલી યોજી ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો સાથે જ કોંગી આગેવાનોએ ભાવ વધારાના વિરોધમાં બેનરોથી સજ્જ થઈ અનોખો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન બાદ ધારાસભ્ય ભાવેશ કટારા, જીલ્લા પ્રમુખ હર્ષદ નિનામા સહિત કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરોએ ઝાલોદ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Next Story