દાહોદ: દશેરાના પર્વ નિમિત્તે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા,મોટી સંખ્યામાં લોકો જોડાયા

વિજયા દશમીના પર્વ નિમિત્તે દાહોદમાં વિવિધ સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
દાહોદ: દશેરાના પર્વ નિમિત્તે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા,મોટી સંખ્યામાં લોકો જોડાયા

વિજયા દશમીના પર્વ નિમિત્તે દાહોદમાં વિવિધ સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

દાહોદ જિલ્લામાં દશેરા પર્વ નિમિત્તે ઠેર-ઠેર રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદ શહેરના ગોદીરોડ, ગોધરા રોડ સિધ્ધેશ્વરી સોસાયટી, ગોવિંદ નગર, ગુજરાતી વાડ પરેલ સી સાઈટ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર આજરોજ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો સાથે સાથે કેટલીક સોસાયટીઓમાં પણ સ્થાનિકો દ્વારા લંકાપતિ રાવણનું આબેહૂબ પૂતળું બનાવી રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.શહેરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રાવણ દહન કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories