Connect Gujarat
ગુજરાત

દાહોદ: આદિવાસી મહાસંમેલનમાં પી.એમ.મોદીએ કર્યું 22000 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, કહ્યું તમારૂ ઋણ ચૂકવતો રહીશ

દાહોદના ખરોડમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન દાહોદ પહોંચતાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું

X

દાહોદના ખરોડમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન દાહોદ પહોંચતાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આદિવાસીઓની પારંપરિક કોટી, આભૂષણો અને સાફો પહેરાવી વડાપ્રધાનને આવકારવમાં આવ્યા હતા.PM દાહોદનાં 1259 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા રૂ. 20550 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું

જનકલ્યાણના વિવિધ વિકાસકાર્યોમાં આરોગ્ય, આવાસ, વીજળી, રોજગારી, સલામતી, સ્કિલ ડેવલપમેન્ટ, જળસંચયનાં કામો, રસ્તાઓ સહિતની પાયાની સુવિધાઓ સાથે દાહોદ સ્માર્ટસિટી તરીકે મહાનગરોમાં જોવા મળતી સુવિધાઓ પણ આદિજાતિ બહુલ વસતિ ધરાવતા દાહોદ જિલ્લાને મળશે.આ પ્રસંગે પી.એમ. નરેન્દ્ર મોદીએ લાખોની જન મેદનીને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે મારા જીવનના ઘણા વર્ષો દાહોદમાં વિત્યા છે હું તમારો પોતાનો છું અને તમારું ઋણ ચૂકવતો રહીશ. દાહોદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ,કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષ,પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Next Story