Connect Gujarat
ગુજરાત

દાહોદ: પોલીસ અને પત્રકારનો રોફ મારી રૂ.1.05 લાખ પડાવનાર ત્રણ ઈસમોની ધરપકડ

દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે એક યુવકને SOG પોલીસ અને પત્રકાર હોવાનો રોફ મારીને ખોટી રીતે ધમકાવીને 1.05 લાખ રૂપિયા પડાવનારી ઝડપાય

X

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે એક યુવકને SOG પોલીસ અને પત્રકાર હોવાનો રોફ મારીને ખોટી રીતે ધમકાવીને 1.05 લાખ રૂપિયા પડાવનારી દાહોદ જિલ્લાની જ છ લોકોની ટોળકીના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામના તળાવ ફળિયામાં રહેતાં વજેસિંગ બારિયાના ઘરે 27 જાન્યુઆરીની બપોરના 1.30 વાગ્યાના અરસામાં સફેદ રંગની કારમાં પાંચ લોકો ધસી ગયા હતા.ઘરે હાજર વજેસિંગના પૂત્ર રવિસિંગને પોતે એસઓજી પોલીસ અને પત્રકાર હોવાની ઓળખ આપીને ઘરના તથા ખેતરના ફોટા પાડી તમો બે નંબરના ખોટા ખોટા ધંધા કરો છો તમારા ઉપર ગુન્હો દાખલ થશે એફ.આઇ.આર.થશે પેપરમા ફોટા સાથે તમારા નામ આવી જશે કહીને ધમકાવ્યા હતાં.જેથી રવીસિંગે પિતા વજેસિંગને પોલીસ આવી હોવાની જાણ કરતાં તેમણે ગામના અન્ય લોકોને મોકલ્યા હતાં ત્યારે આ ટોળકીએ 12 લાખ રૂપિયાની માગણી કરી હતી. અંતે પોલીસના એક લાખ અને પત્રકારના પાંચ હજાર મળીને 1.05 લાખ રૂપિયા પડાવીને જતાં રહ્યા હતાં.આ અંગે વજેસિંગભાઇએ પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસે જાલતથી બોલેરો પકડતાં તેમાં સવાર દાહોદના વાંકિયા ગામના પટેલ ફળિયાના બાબુ મોહનીયાની પુછપરછ કરાતાં તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. એણે જણાવ્યુ હતું કે, તે દિવસે ડ્રાઇવર તરીકે તેનો છોકરો જીતેન્દ્રભાઇ મોહનીયા તથા રમેશભાઇ દહમા તથા નરેશ તડવી તથા અન્ય બીજા બે એમ કુલ છ જણા ભેગા મળી ગુણા ગામે ગયા હતા અને ત્યાં પોલીસ-પત્રકારની ઓળખ આપીને આ ખેલ પાડ્યો હતો. જેના પગલે પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story