દાહોદ:રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત શ્રમજીવીઓ દબાયા, બેના મોત પાંચ ઇજાગ્રસ્ત

રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત મજૂરો દબાયા હતા જે પૈકી બે શ્રમજીવીઓના મોત નિપજ્યા હતા

New Update
દાહોદ:રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત શ્રમજીવીઓ દબાયા, બેના મોત પાંચ ઇજાગ્રસ્ત

દાહોદ તાલુકાનાં રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત મજૂરો દબાયા હતા જે પૈકી બે શ્રમજીવીઓના મોત નિપજ્યા હતા

દાહોદ તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીના ટાંકાનો ત્રીજા માળે સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યુ હતુ અને ૧૫થી વધુ મજૂરો સ્લેબ ભરવાનું કામ કરી રહ્યા હતા તે સમયે સ્લેબ તૂટી પડતા સ્લેબ નીચે સાત મજૂરો દબાયા હતા. જે દરમિયાન અન્ય કામ કરી રહેલા મજૂરોએ પાંચ જેટલા મજૂરોને બહાર કાઢી 108 મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બે મજૂરો સ્લેબ નીચે દબાઈ જતા તેઓના મોત નીપજ્યા હતા.

Latest Stories