દાહોદ શહેરના દેસાઇવાડ વિસ્તારના ગુમ થયેલા યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
દાહોદ શહેરના દેસાઈવાડ ખાતેના સુપુરું એપાર્ટમેન્ટમાં રહેતા અને બગસરાનાના દાગીનાનો ધંધો વેપાર કરી ગુજરાન ચલાવતા મિલાપ કુશકુમાર શાહ બે દિવસ અગાઉ ઘરેથી તેના પીતાને 10 મિનિટમાં આવું છું કહીને ગયો હતો જોકે રાત્રીના 10 વાગ્યાં સુધી ઘરે ન આવતા પરીવાર ચિંતિત બન્યો હતો અને શોધખોળ આદરી હતી પરંતુ તે બીજા દિવસે પણ ન મળી આવતા પોલીસમાં ગુમ અંગેની ફરિયાદ નોંધાવી હતી.જોકે બે દિવસની શોધખોળ વચ્ચે 25-10-2023ના રોજ રાત્રી દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર આવેલા હિન્દુ ધર્મશાળા આગળના સીસીટીવીમાં મિલાપ શાહ તેની મોપેડ ગાડી લઈને આવે છે અને તેની સાથે અન્ય ત્રણ ઈસમો પણ હોય છે તેની જોડે વાત ચીત કર્યા બાદ મિલાપ શાહ તેની પોતાની મોપેડ ગાડી લઈને નીકળી જાય છે તેવા સીસીટીવી સામે આવ્યા હતા.સ્થાનિક લોકો અને પોલીસે દેસાઈવાડ ખડાયતાવાડ ખાતેના મિલાપ શાહના સગા સબંધીના ઘરમાં તપાસ હાથ ધરતા મિલાપ શાહનો મોબાઈલ અને બ્લડ આખા રૂમમાં પથરાયેલું જોવા મળ્યું હતું ત્યારે આ ઘટનાની જાણ વાયુવેગે શહેરમાં પ્રસરતા દેસાઈવાડ ખાતે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા અને પોલીસને તેના સગા સંબંધીના બંધ ઘરમાંથી મિલાપ શાહનો નગ્ન અવસ્થામાં હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે