/connect-gujarat/media/post_banners/1b52f0bcd05a6dc52e8f1d106b895a812996a216522ff04a879084475f4948d6.jpg)
દાહોદ કોર્ટે રેપ વીથ મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.જેમાં વર્ષ 2020માં કૌટુંબિક મામાએ છ વર્ષીય માસૂમ ભાણી ઉપર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસમાં આરઓપીને કોર્ટે ફાંસીની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે
દાહોદ જિલ્લાના ગરબાડામાં શૈલેષભાઈ નરસિંહભાઈ માવીએ જ પોતાની છ વર્ષીય કૌટુંબિક ભાણીનું વર્ષ 2020મા અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. ત્યાર બાદ પુરાવાનો નાશ કરવા માટે બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને આ બાળકીની લાશને નજીકના જંગલ જેવા વિસ્તારના ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી.ગરબાડા પોલીસે આ નરાધમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વિવિધ તપાસ અને પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામા આવી હતી. આ કેસ દાહોદની કોર્ટમાં ચલાવવામા આવ્યો હતો.ત્યારે ત્રણ વર્ષના સમય બાદ ખરેખર મૃતક બાળકીને ન્યાય મળ્યો હોય તેવો ચુકાદો આવ્યો હતો.જેમાં પોક્સો એક્ટની કલમ છ મુજબ મૃત્યુ દંડની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.