Connect Gujarat
ગુજરાત

દાહોદ : પરિણીતાના ન્યુડ ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકી આપનાર ખંડણીખોરોને પોલીસે વેશ પલટો કરી દબોચી લીધા...

પરિણીતાના ન્યુડ ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂ. 90 લાખની ખંડણી માંગનાર મહિલા સહીત 3 ખંડણીખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

દાહોદ જિલ્લામાં પરિણીતાના ન્યુડ ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂ. 90 લાખની ખંડણી માંગનાર મહિલા સહીત 3 ખંડણીખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દાહોદ તાલુકાના ગલાલીયાવાડ મહુડી ઝોલા ફળિયાના યમુના પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ રમેશચંદ્ર પરમાર તેમજ મોટા ડબગરવાડમાં રહેતા તેના સાથી મિત્ર અનિલ અશોક પરમારે દાહોદ જિલ્લામાં રહેતી એક પરિણીતાના ન્યુડ વિડિયો અને ફોટો મોબાઈલ ફોન મારફતે લીધા હતા. જોકે, આ જ પરિણીતાના ન્યુડ વિડિયો તેમની જ કૌટુંબિક મહિલાએ મોબાઈલમાંથી ઝેન્ડર મારફતે લીધા હતા. ધવલ પરમારે પરિણીતાના ન્યુડ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટેની ધમકી આપી હતી. આ સાથે જ પોતે પકડાઈ ન જાય તેની ખૂબ જ કાળજી રાખી હતી. બન્ને આરોપીઓ દાહોદમાં મોબાઇલ ફોનની દુકાનમાં રીપેરીંગનું કામ પણ કરતા હોય, જેથી ઇન્ટરનેટની જાણકારી ધરાવતા ભેજાબાજોએ ફરિયાદીને યેનકેન પ્રકારે તેમજ અન્ય વાઇફાઇ કનેક્ટિવિટી અને જુદા જુદા મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપ કોલિંગ મારફતે રૂ. 90 લાખની ખંડણી માંગી હતી. ત્યારબાદ રકઝક કરતા 50 લાખ અને ૩૦ લાખ સુધી ખંડણીની રકમની માંગણી પહોંચી ગઈ હતી. જોકે, દાહોદ જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ખંડણી માંગવાનો ગુનો આચરતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. ખંડણીખોરોથી ત્રાસી ગયેલા ફરિયાદીએ દાહોદ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા પાસે મદદની ગુહાર લગાવી હતી, ત્યારે એસપી ડો. રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં સાયબર સેલની ટીમે શાકભાજીવાળા તેમજ દુકાનવાળા બની વેશ પલટો કરીને 6 કલાકની ભારે જહેમત બાદ ખંડણીખોરોને દબોચી લીધા હતા.

Next Story