દાહોદ : સાત ફેરા પહેલા ભવિષ્યની ચિંતા, યુવતીએ પોતાના લગ્નના દિવસે પરીક્ષા આપી..

“નારી તું નારાયણી” સૂત્રને સાર્થક કરતી ઝાલોદ તાલુકાની યુવતી રિદ્ધિ પંચાલ

New Update
દાહોદ : સાત ફેરા પહેલા ભવિષ્યની ચિંતા, યુવતીએ પોતાના લગ્નના દિવસે પરીક્ષા આપી..

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની યુવતી પોતાના લગ્નના દિવસે લગ્ન ફેરા મુકી એમ. કોમની પરીક્ષા આપવા માટે કોલેજ આવી પહોંચી હતી, ત્યારે શિક્ષણ પ્રત્યેની ઉર્જા જોઈ અન્ય વિદ્યાર્થીઓમાં આ યુવતીએ પ્રેરણા જગાવી હતી.

"નારી તું નારાયણી" સૂત્રને સાર્થક કરતી ઝાલોદ તાલુકાની યુવતી રિદ્ધિ પંચાલ કે જે પોતના લગ્નના દિવસે લગ્ન માંડવા અને ફેરાને બાજુમાં મુકી કોલેજમાં એમ. કોમની પરીક્ષા આપવા આવી પહોંચી હતી. શિક્ષણને જીવનનો અભિન્ન અંગ સમજી પરિણય સૂત્રમાં બંધાવા જતી યુવતીએ પરીક્ષામાં ભાગ લીધો હતો. જોકે, લગ્નમાં મોડું થાય પણ વર્ષના બગડે તે માટે લગ્ન માંડવો છોડી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા પહોચી હતી. જીવનમાં શિક્ષણ પ્રત્યેની ઉર્જા પેદા કરતો આ કિસ્સો ખરેખર આવકારવા દાયક છે. આજના યુગમાં શિક્ષણનું શું મહત્વ છે, તે ખરેખર વિધાર્થીઓએ જાણવું જોઈએ. સાથે જ લગ્નમાં મોડુ થશે તો ચાલશે પરંતુ પરિક્ષામાં મોડુ થાય તો વર્ષ બગડે તેવી વાત પણ રિદ્ધિ પંચાલે જણાવી હતી.

Latest Stories