દાહોદ : કારનું ટાયર પંચર પાડી દંપત્તિ પાસે રહેલા દાગીનાની લૂંટ ચલાવી લૂંટારા ફરાર, પોલીસ દોડતી થઈ

ગત મોડી રાત્રે હાઇવે પરથી પસાર થતી કારના ટાયરને પંચર પાડી દંપત્તિના સોનાના દાગીનાની લૂંટ કરી અજાણ્યા લૂંટારા ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

New Update
દાહોદ : કારનું ટાયર પંચર પાડી દંપત્તિ પાસે રહેલા દાગીનાની લૂંટ ચલાવી લૂંટારા ફરાર, પોલીસ દોડતી થઈ

દાહોદ તાલુકાના જેકોટ અને રોઝમ ગામ નજીક ગત મોડી રાત્રે હાઇવે પરથી પસાર થતી કારના ટાયરને પંચર પાડી દંપત્તિના સોનાના દાગીનાની લૂંટ કરી અજાણ્યા લૂંટારા ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ તાલુકાના જેકોટ તેમજ રોઝમ ગામની વચ્ચે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થતી કારમાં વડોદરાથી દાહોદ તરફ આવી રહેલો પરિવાર લૂંટાયો હતો. લૂંટારુ ટોળકીએ કારના ટાયરને પંચર પાડી દંપત્તિના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. તો બીજી તરફ લૂંટારુઓએ કોલકત્તાથી વડોદરા તરફ જતા અન્ય એક લોડિંગ ટેમ્પોને લૂંટવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારે બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે લૂંટારુ ટોળકીને ઝબ્બે કરવા નાકાબંધી સહિતના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પોલીસ નાઈટ પેટ્રોલિંગ તેમજ પોલીસ સહાયતા કેન્દ્રથી માત્ર એક કિલોમીટર દૂર લૂંટારૂ ટોળકી દ્વારા સનસનાટીભરી લૂંટને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે, ત્યારે લૂંટની ઘટના સંબંધે ભોગ બનનારે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Latest Stories