દાહોદ:વહીવટીતંત્રનો સપાટો,ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર

દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

દાહોદ:વહીવટીતંત્રનો સપાટો,ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર
New Update

દાહોદમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે તંત્રની લાલ આંખ

વહીવટી તંત્રએ ત્રણ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરી

આંબેડકર ચોકમાં આવેલા શોપિંગ સેન્ટરની 40 થી વધુ દુકાનો સીલ કરાઈ

દાહોદમાં તંત્રએ ટ્રાફિકના મુદ્દે ત્રણ શોપિંગ સેન્ટરોની 40 જેટલી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો હતો  દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.કચેરીઓમાં આવતા રાહદારીઓને અડચણરૂપ થતી સમસ્યા મુદ્દે તંત્ર દ્વારા કડક વલણ આપનાવવામાં આવ્યું હતું.

હોસ્પિટલ, બેંક તેમજ લેબોરેટરી જેવી આવશ્યક સેવાઓને બાકાત રાખી તમામ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.તંત્રએ લાલ આંખ કરી ત્રણ શોપિંગ સેન્ટરોની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી પ્રાંત અધિકારી એન બી રાજપૂતના આદેશ બાદ મામલતદાર મનોજ મિશ્રા દ્રારા કરવામાં આવી હતી

#illegal pressures #દાહોદ #Dahod #Dahod Samachar #Dahod News #Guajrat Samachar #ગેરકાયદેસર દબાણો
Here are a few more articles:
Read the Next Article