Connect Gujarat
ગુજરાત

દાહોદ : ભાવ વધારાની આગ ટ્રક ચાલકો સુધી પહોચી, ટ્રાન્સપોર્ટરની હડતાળથી ટ્રકોના પૈડા થંભ્યા

દાહોદ : ભાવ વધારાની આગ ટ્રક ચાલકો સુધી પહોચી, ટ્રાન્સપોર્ટરની હડતાળથી ટ્રકોના પૈડા થંભ્યા
X

દાહોદ જીલ્લામાં ડીઝલ, હમાલી અને ટોલટેક્સના ભાવ વધતાં ટ્રક એસોસિએશ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે.

દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે સૌકોઈ હેરાન પરેશાન છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ ડીઝલ, હમાલી અને ટોલટેક્સના વધતા ભાવોના વિરોધમાં ટ્રક એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે. તેના કારણે દાહોદ શહેરની 110 ટ્રકોના પૈડા થંભી ગયા છે.

દાહોદ જિલ્લા ટ્રક એસોસિએશનના સભ્યો મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. તેમની માંગો છે કે, ડીઝલના ભાવો સાથે હમાલી, કાંટા અને ટોલટેક્સમાં પણ સતત થતા વધારા સામે વેપારીઓ દ્વારા ભાડા નહીં વધારવામાં આવતા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અચોક્કસ મુદતની હડતાળના પગલે આગામી દિવસોમાં દાહોદના વેપાર-ધંધા ઉપર વિપરીત અસર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે, આ હડતાલ કેટલા દિવસ ચાલે છે અને વેપાર ઉપર તેની કેવી વિપરીત અસર પડે છે, તે તો હવે આગામી દિવસોમાં જ જાણી શકાય તેમ છે.

Next Story