New Update
/connect-gujarat/media/post_banners/6e68c2b4549afd9289ca992986385438cab116f00e6efe453a30c22f9facb64b.jpg)
દાહોદ શહેરમાં રાત્રીના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાનની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે
દાહોદ શહેર સહીત તાલુકાના નસીરપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ અચાનક શરૂ થયો હતો જોકે કમોસમી વરસાદના કારણે શહેરમાં સ્ટ્રીટ લાઈટનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં રહેલા તેમજ કાપણી કરેલા પાકને નુકશાન પહોંચ્યું હતું અને ખેડૂતોમાં કમોસમી વરસાદને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું
Latest Stories