Connect Gujarat
ગુજરાત

ડાંગ : વન વિભાગ દ્વારા મિશન લાઈફ-2023 અંતર્ગત આહવા ખાતે તાલુકા કક્ષાની સાયકલ રેલી યોજાય...

મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત રાજ્યમા પ મે ૨૦૨૩થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે.

ડાંગ : વન વિભાગ દ્વારા મિશન લાઈફ-2023 અંતર્ગત આહવા ખાતે તાલુકા કક્ષાની સાયકલ રેલી યોજાય...
X

મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત રાજ્યમા પ મે ૨૦૨૩થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે. આ કાર્યક્રમથી પર્યાવરણલક્ષી અવેરનેસ ફેલાઈ તે હેતુથી ડાંગ જિલ્લાના આહવા તાલુકા ખાતે બોરખેત ટીમ્બર ડેપોથી આહવા ફુવારા સર્કલ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આહવા ખાતે સાયકલ રેલીની શરૂઆત પહેલા મિશન લાઈફ અંગેની પ્રતિજ્ઞા લઈ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના વરદ્ હસ્તે લીલી ઝંડી આપી કરવામા આવી હતી. આ રેલીમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના અધ્યક્ષ નિલમ ચોધરી, આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હરિરામ સાવંત, ઉત્તર વિભાગ નાયબ વન સંરક્ષક ડી.એન.રબારી તેમજ ૧૫૦ જેટલા વનકર્મીઓ જોડાયા હતા. મિશન લાઇફ પ્રોજેક્ટ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામા આવેલ છે. જેનો મુખ્ય હેતુ (Lifestyle for Environment) LiFE એટલે એવી જીવન શૈલી જીવવાની પ્રરેણા આપે છે, જે આપણી પૃથ્વીને સુસંગત હોય અને પૃથ્વી-પર્યાવરણને નુકશાન ન પહોંચાડે તે માટે મિશન લાઇફ અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલ સહભાગી વન વ્યવસ્થા સમિતીઓમાં પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, ઈકો ટૂરીઝમ સાઈટે પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, વન વિસ્તારમાં ચેકડેમ/વનતલાવડીની કામગીરી, ભુમિ અને ભેજ સંરક્ષણના કામો, સાંકેતિક વાવેતરો જેવી વગેરે કામગીરીઓ કરવામાં આવી રહી છે.

Next Story