ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તાર એવા સોનગીર ગામે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તાર એવા સોનગીર ગામે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. વાવાઝોડામાં સેંકડો કાચા મકાનોના છાપરા અને નળીયા ઉડી જતાં લોકોની હાલત કફોડી બની છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સહિત અનાજ પલળી જતાં લોકો દયનિય સ્થિતિમાં મુકાયા છે, ત્યારે હાલ તો અહી રહેતા સ્થાનિક આદિવાસી પરિવારો સરકાર પાસે વળતરની આશ લગાવી રહ્યા છે.