Connect Gujarat
ગુજરાત

ડાંગ : દીપ દર્શન માધ્યમિક શાળા ખાતે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અભિયાનનું આયોજન કરાયું...

ડાંગ : દીપ દર્શન માધ્યમિક શાળા ખાતે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અભિયાનનું આયોજન કરાયું...
X

આઝાદી કા અમૃત મહોત્સવ, “મેરી માટી મેરા દેશ” અભિયાન કાર્યક્રમ અંતર્ગત દીપ દર્શન માધ્યમિક શાળા આહવા ખાતે તારીખ ૨૪/૦૭/૨૦૨૩થી તારીખ ૨૬/૦૭/૨૦૨૩ સુધી મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રકૃતિપ્રેમી એવા ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી વિજય દેશમુખે વિધ્યાર્થીઓને વૃક્ષોનુ મહત્વ અને વૃક્ષોના જતન માટેની પહેલ કરી હતી. દીપ દર્શન શાળામાં મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અભિયાન અંતર્ગત શાળાના આચાર્યા સિસ્ટર સુહાસિની, શાળાના શિક્ષકો તેમજ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા કેમ્પસ, શાળા કેમ્પસની બહાર, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઘરે કુલ ૬૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું.

વૃક્ષારોપણમા રેઈન-ટ્રી, સરગવો, ગુલમહોર, કાસીદ અને ફુલ છોડ જેવા રોપાઓ રોપવામાં આવ્યા હતા. મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અભિયાન સફળ બને તે માટે એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા ગ્રામજનોમાં, વિદ્યાર્થીઓમાં અભિયાન પ્રત્યે જાગૃતિ લાવવાના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષોનું જતન માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

Next Story