ડાંગ : છુપી ખેલ પ્રતિભાઓને બહાર લાવવા આહવા ખાતે 36મી નેશનલ ગેમ્સનો જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ડાંગના ધારાસભ્ય વિજય પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિઝનને કારણે આજે રમતગમત ક્ષેત્રે, દેશ અને રાજ્યનો વિશ્વમા ડંકો વાગી રહ્યો છે.

New Update
ડાંગ : છુપી ખેલ પ્રતિભાઓને બહાર લાવવા આહવા ખાતે 36મી નેશનલ ગેમ્સનો જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જન જનને જોડવાનુ કામ રમત સ્પર્ધાઓના માધ્યમથી થઈ રહ્યુ છે, તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિઝનને કારણે આજે રમતગમત ક્ષેત્રે, દેશ અને રાજ્યનો વિશ્વમા ડંકો વાગી રહ્યો છે.

ડાંગના યુવાનોને ચોક્કસ ધ્યેય સાથે લક્ષ હાંસલ કરવાની દિશામા અગ્રેસર થવાની હાંકલ કરતા ધારાસભ્યએ, આહવાની એકમાત્ર સરકારી કોલેજની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ માટે, તેમના ફંડમાંથી રૂ. ૫ લાખની રાશિ ફાળવવાની તત્પરતા દર્શાવી હતી. આહવાના જિલ્લા સેવા સદનથી કોલેજ સુધી ફૂટપાથની સુવિધા, ઉપરાંત ડાંગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ વધારવા માટે, યુનિવર્સિટીના નવનિયુક્ત સેનેટ સભ્ય એવા જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતને સકારાત્મક પ્રયાસોની અપીલ પણ ધરાસભ્યએ કરી હતી. ધારાસભ્ય વિજય પટેલે આહવા સહિત વઘઇ અને સુબિર તાલુકા ખાતે રમતગમત મેદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામા પણ પ્રશાસન પ્રયાસરત છે, તેમ તેમના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યુ હતુ. તેમણે રમતગમત ક્ષેત્રે પ્રાપ્ત સુવિધાઓનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.

Latest Stories