Connect Gujarat
ગુજરાત

ડાંગ :સ્માર્ટ એગ્રીકલ્ચર વર્કશોપમાં ખેડૂતોને મગફળીની કીટનું વિતરણ કરાયું...

ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમો દરમિયાન જિલ્લાના 500 ખેડૂતોને મગફળીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાંગ :સ્માર્ટ એગ્રીકલ્ચર વર્કશોપમાં ખેડૂતોને મગફળીની કીટનું વિતરણ કરાયું...
X

ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ઓયોજિત નેશનલ ફુડ સિક્યોરીટી મિશન : ઓઇલ સીડ યોજના હેઠળ મગફળી મીની કીટ વિતરણ, તેમજ આંતરરાષ્ટ્રીય મિલેટ યરની ઉજવણી, ઉપરાંત ક્લાઇમેટ રેસિલેન્સલ અંતર્ગત જિલ્લાના આહવા, વઘઇ, અને સુબીર ખાતે સ્માર્ટ એગ્રીકલ્ચર વર્કશોપના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.

ડાંગના ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમો દરમિયાન જિલ્લાના 500 ખેડૂતોને મગફળીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ ક્લાઇમેન્ટ ચેન્જ વિશે માર્ગદર્શન પણ આપવામા આવ્યું હતું. જેનો લાભ ડાંગ જિલ્લાના ખેડૂતોને થશે તેમ વિજય પટેલે જણાવ્યુ હતું. ઉપરાંત ડાંગ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પણ આ વેળા આહવાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે જણાવ્યુ હતુ કે, રાજ્યમા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહીત કરવામા આવે તે આવશ્યક છે. ડાંગ ઉંપરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરીયાએ જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારના ખેડુતો પ્રાકૃતિક ખેતીની તાલીમમાં જોડાય, અને પ્રાકૃતિક ખેતી પધ્ધતી વિશે જાણે તે ખૂબ જરૂરી છે. સાથે જ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડુતો મિલેટ પાકોની ખેતી કરે, અને પોષણયુક્ત આહાર મેળવે તે પણ જરૂરી છે. તેમ તેમણે કહ્યું હતું. આ કાર્યક્રમમા જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલ, ખેતીવાડી વિભાગના વૈજ્ઞાનિકો, તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story