ડાંગ જિલ્લાના પ્રવેશદ્વારવઘઇના રાજેન્દ્રપુર ફળિયામાંથી મળી આવેલ પરિણીત મહિલાની પોતાના જ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ડાંગ જિલ્લાના વઘઇ ગામના રાજેન્દ્રપુર ફળિયામાંથી એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાસનસનાટી મચી ગઇ હતી. વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી પરિણીત મહિલાનો મૃતદેહ તેમના ઘર નજીકથી મળી આવ્યો હતો. જેમાં મૃતકના પતિએ પોલીસનેકોઈ અજાણ્યા વાહનમાંથી તેમની પત્નીનો મૃતદેહ અહીં ફેંકી પલાયન થયા હોવાનીકેફિયત રજૂ કરી હતી.
જે બાદ પોલીસે ઘરની આસપાસના રહેતા લોકોના નિવેદનલેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે,પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પતિએ જ પત્નીની હત્યા કરી સમગ્ર બનાવને અન્ય લોકોના હાથે હત્યામાં ખપાવવાનો પ્રયાસ કરતાં ભાંડો ફૂટ્યો છે. અગાઉ પણ પોતાના પતિએ ઘર કંકાસના કારણે પત્નીનું ગળું દબાવાનો પ્રયત્ન કરતા યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી. સમગ્ર મામલે વઘઇ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.