દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવાના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ રાઘાકિષ્ણા, IFSના માર્ગદર્શન હેઠળ વન વિભાગના કર્મચારીઓ દ્વારા શામગહાન રેંજ (સાપુતારા) ખાતે માસ મોબીલાઇઝેશન ફોર મિશન લાઇફ ઇન ગુજરાત-2023નું આયોજન કરવામાં આવ્યુ હતું. તા. 19મી મેના રોજ યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વહેલી સવારે એમ.પી.થીયેટર, લેક ગાર્ડન સાપુતારા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, નાયબ વન સંરક્ષક દક્ષિણ રવિ પ્રસાદ, (IFS) તથા સ્થાનીક ગ્રામજનો અને વિઘાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીઘો હતો. આ મિશનનો મુખ્ય હેતુ રોજીંદા જીવનમાં પર્યાવરણ યોગ્ય રીતે જળવાઇ રહે તે માટેના જરૂરી પગલા લેવા, અને લોકો પોતાના દૈનિક જીવનમાં તેને અનુસરે તે બાબતનો સરકારનો મિશન લાઇફનો ઉદેશ્ય સ્પષ્ટ કરવાનો હતો.
આ ઉદેશ્ય પર વઘુ પ્રકાશ ફેકતાં નાયબ દંડક વિજય પટેલે ખુબ જ સુંદર મિશન લાઇફ જાગૃતતા માટે લોકોને સંબોઘન કર્યું હતું. ત્યાર બાદ મંગળ ગાવિત, પ્રમુખ જિલ્લા પંચાયત આહવા, તેમજ રવિ પ્રસાદ, IFS, નાયબ વન સંરક્ષક દક્ષિણ ડાંગ આહવા દ્વારા પર્યાવરણ જાળવણી માટે આપણે કેવા પગલા લઇએ કે, જેથી પર્યાવરણમાં સ્વચ્છતા જળવાઇ તથા પર્યાવરણ સમૃદ્ધ બને તે બાબતે લોકોને પ્રવચન દ્વારા માહિતી આપી અને મિશન લાઇફનો ઉદેશ્ય લોકોમાં વઘુમાં વઘુ ફેલાય તે બાબતે જણાવ્યું હતું. વઘુમાં રવિ પ્રસાદ રાઘાકિષ્ણા દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા માસ મોબીલાઇઝેશન ફોર મિશન લાઇફ ઇન ગુજરાત-2023 અંતર્ગત મિશન લાઇફ હેઠળ વિવિઘ કામગીરીઓ હાથ ધરવામાં આવનાર છે.
જેમાં વન વિભાગ ઘ્વારા સહભાગી વન વ્યવસ્થા સમિતી દ્વારા ગામોમાંથી પ્લાસ્ટીક એકત્ર કરવું, તથા ‘’વન આપણું જીવન, આપણું ભવિષ્ય‘’ તેને ઘ્યાને લઇ પ્લાસ્ટીક મુક્ત કરવા માટે સાફ-સફાઇની કામગીરી કરવી, ઇકો ટુરીઝમ સાઇટે પ્લાસ્ટીક ભેગુ કરવું, તેમજ સ્વચ્છતા રાખવી, વન વિસ્તારમાં નવા વન તલાવડી અને ચેકડેમની કામગીરી કરવી, ભુમિ ભેજ સંરક્ષણના કામો કરવા, સાંકેતિક વાવેતરોની કામગીરી હેઠળ વિશ્વ પર્યાવરણ દિન 5મી જુન-2023ના રોજ વૃક્ષારોપણની કામગીરી એવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે. મિશન લાઇફ પ્રોગ્રામ બાદ પર્યાવરણ લક્ષી અવેરનેસ ફેલાવવા બેનર્સ લઇ રેલી કાઢવામાં આવી. જેમાં આવનાર લોકોએ ઉત્સારભેર ભાગ લીઘો. પ્રોગ્રામને અંતે તમામ મહાનુભાવો ઘ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા આવનાર મહાનુભાવો, અઘિકારીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.