ડાંગ : નવનિયુક્ત કલેકટર મહેશ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે યોજી પરિચય-વ-સમીક્ષા બેઠક

જિલ્લા કલેક્ટર મહેશ પટેલ દ્વારા જિલ્લાની પ્રાથમિક માહિતી મેળવવા સાથે, દરેક વિભાગના કામોની સમીક્ષા કરવામાં આવી

New Update
ડાંગ : નવનિયુક્ત કલેકટર મહેશ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે યોજી પરિચય-વ-સમીક્ષા બેઠક

ડાંગ જિલ્લાના કલેકટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની તમામ કચેરીઓને લગતી યોજનાઓ વિશેની માહિતી, પરિપૂર્ણ યોજનાઓ, ગ્રાન્ટ વિગેરેની અધ્યતન માહિતી અધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

ઉત્તર વન વિભાગના નાયબ વન સરક્ષક દિનેશ રબારી દ્વારા વન વિભાગની યોજનાઓ, તેમજ ડાંગ જિલ્લાના વન પર્યાવરણ વિશે માહિતી રજૂ કરાઈ હતી. તો પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર શ્રી હેમંત ઢીમ્મર દ્વારા જિલ્લાની પાણી પુરવઠા અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ., આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ દ્વારા પણ તેમના વિભાગ વિશેના પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.જિલ્લા કલેક્ટર મહેશ પટેલ દ્વારા જિલ્લાની પ્રાથમિક માહિતી મેળવવા સાથે, દરેક વિભાગના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ દરેક વિભાગ દ્વારા ચાલતા કામો, યોજનાઓનું સુપેરે અમલીકરણ કરવામા આવે તે માટે દરેક અધિકારીઓને હિમાયત કરી હતી.

Latest Stories