ડાંગ : સહ્યાદ્રિ પર્વતમાળાના યુવાનનું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન, એવરેસ્ટના આંગણે દસ્તક દીધી...

માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ અને કાલા પથ્થર સુધી પહોંચી ડાંગના પહાડી યુવાને એવરેસ્ટના આંગણે દસ્તક દીધી છે.

ડાંગ : સહ્યાદ્રિ પર્વતમાળાના યુવાનનું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન, એવરેસ્ટના આંગણે દસ્તક દીધી...
New Update

માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ અને કાલા પથ્થર સુધી પહોંચી ડાંગના પહાડી યુવાને એવરેસ્ટના આંગણે દસ્તક દીધી છે, ત્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સાકાર થાય તે સહ્યાદ્રિ પર્વતમાળાના યુવાને ડુંગરા ખૂંદયા છે.

'કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો' આ કહેવતને સાચા અર્થમાં સાકાર કરતા ડાંગના એક પહાડી યુવકે, જીવનમાં એક દિવસ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે, એવરેસ્ટ બેઝ કેમ્પ, અને કાલા પથ્થર અને એવરેસ્ટના આંગણે જઈને દસ્તક દીધી છે. સહ્યાદ્રિની પર્વતમાળાના નાનકડા ગામ ચિરાપાડાનો 27 વર્ષિય આ યુવક, કે જેને સહ્યાદ્રિના ડુંગરા ખૂંદતા ખૂંદતા છેક હિમાલય, અને તેમાયે દુનિયાના સર્વોચ્ચ શિખરને સર કરવાની લાલસા જાગી, અને તેણે બાકાયદા આ કઠિન માર્ગે આગળ વધવાની ચેલેન્જ પણ ઉપાડી લીધી.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે ઉપલબ્ધ વિવિધ કોર્ષમાં સફળતાપૂર્વક ભાગ લઈ જૂનના અંતે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી ગયો, ત્યારે હવે એક દિવસ દુનિયાની આ સર્વોચ્ચ ચોટી ઉપર પહોંચવાના સંકલ્પ સાથે ભોવાન રાઠોડે હાડ થીજવતી ઠંડીમાં બર્ફીલી યાત્રાની અચરજભરી વાતોનો દૌર સાધ્યો છે. એવરેસ્ટની તળેટીથી દર્શન કર્યા બાદ, તેના શિખરે પહોંચીને તિરંગો લહેરાવી ડાંગ અને દેશનું નામ રોશન કરવાની ભોવાન રાઠોડે મહેચ્છા વ્યક્ત કરી હતી.

#Everest Base Camp #climbing Mount Everest #Dang #Gujarat #youth's dream #Sahyadri #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article