Connect Gujarat
ગુજરાત

ડાંગ : વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો રાજ્યમંત્રી કનુ દેસાઈના હસ્તે શુભારંભ કરાયો…

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો શુભારંભ કરાયો હતો

ડાંગ : વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો રાજ્યમંત્રી કનુ દેસાઈના હસ્તે શુભારંભ કરાયો…
X

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારના આદિજાતી લોકોને વિજળીની સારી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર હરહંમેશા કાર્યરત છે.

નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીમાંથી વઘઇ ખાતે વિભાગીય કચેરી શરૂ કરવામાં આવી છે. વધઇ અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીઓના વિસ્તાર અને ગ્રાહકોની સંખ્યામા હવે નોધંપાત્ર ઘટાડો થશે. વઘઇ અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીઓના વિસ્તાર અગાઉ મોટો હોવાથી ગ્રાહકલક્ષી સેવાઓ માટે વધુ સમય લાગતો હતો. પરંતુ હવે નવી વધઇ વિભાગીય કચેરી બનવાથી વિસ્તાર ઘટી જશે અને ગ્રાહકલક્ષી સેવાઓ અંગેના નિર્ણય અને જરૂરી મંજુરી ઝડપથી લઈ શકાશે. આહવા, વઘઇ અને સુબીર તાલુકાના છેવાડાના ગ્રાહકોને નવી વિભાગીય કચેરી બનતા આશરે ૮૦ મી. જેટલું અંતર ઘટી જશે અને નજીકમાં જ ગ્રાહકલક્ષી સેવાઓ મળી રહેશે. જેથી કરીને એચ.ટી. ગ્રાહકોને વીજ બીલની ચુકવણીમાં સરળતા રહેશે, તેમ કનુ દેસાઇએ જણાવ્યુ હતું. વધુમા મંત્રીએ જણાવ્યુ હતુ કે, વઘઇ વિભાગીય કચેરી હેઠળના વિસ્તારના ગ્રાહકોને અવિરતપણે વીજ પુરવઠો મળી રહે તે હેતુથી સરકારની આર.ડી.એસ.એસ. યોજના અંતર્ગત રૂપિયા ૧૦૩.ર૩ કરોડના ખર્ચની ગ્રાન્ટ મેળવીને, હયાત ૮૩૮ ૫૯.૦૦ કિ.મી., ઓવરહેડ એચ.ટી. લાઈનોને ઓવરહેડ કેબલ (એમવીસીસી)માં રૂપાંતરણ કરવાની કામગીરી શરૂ કરેલ છે, તેમજ હયાત ૬૭૦.૪૨ કિ.મી. ઓવરહેડ એલ.ટી. લાઈનોને ઓવરહેડ કેબલ (એલ.ટી.એ.બી.સી)માં રૂપાંતરણ કરવાની કામગીરી શરૂ કરેલ છે. તથા ૨૫૬ નવા ટ્રાન્સફોર્મર ઊભા કરવાની કામગીરી શરૂ કરેલ છે. જે કામ પુર્ણ થયેથી વિભાગીય કચેરી હેઠળ વિસ્તારના ગ્રાહકોને ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળવાથી વિકાસને વધુ વેગ મળશે તેમ મંત્રી કનુ દેસાઇએ જણાવ્યુ હતું.

Next Story