ડાંગ : “વન લક્ષ્મી યોજના” અંતર્ગત વાંવદા ગામે લાભાર્થીઓને પાણીની ટાંકી-અનાજ ઉપણવાના પંખા વિતરણ કરાયા

સરકારને થયેલ ચોખ્ખી ૮૦% આવકની રકમ સામે ૨૦% રકમ ભૌતિક સ્વરૂપમાં સાંકળી લઇ “વન લક્ષ્મી” અભિયાન શરૂ કરવામા આવ્યું છે.

ડાંગ : “વન લક્ષ્મી યોજના” અંતર્ગત વાંવદા ગામે લાભાર્થીઓને પાણીની ટાંકી-અનાજ ઉપણવાના પંખા વિતરણ કરાયા
New Update

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્વાયત સંસ્થાઓ/લોક સહકારથી વનોનું પુન: નિર્માણ કરવાની યોજના અંતર્ગત વન વિભાગ દ્વારા સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને પ્રતિ વર્ષ જંગલ કામદાર મંડળીઓને ફાળવવામા આવતાં કુપો થકી ઉત્પાદન થયેલ લાકડાની હરાજીથી વેચાણ બાદ, સરકારને થયેલ ચોખ્ખી ૮૦% આવકની રકમ સામે ૨૦% રકમ ભૌતિક સ્વરૂપમાં સાંકળી લઇ “વન લક્ષ્મી” અભિયાન શરૂ કરવામા આવ્યું છે.

“વન લક્ષ્મી” યોજના થકી ગામોમાં સામુહિક વિકાસના લાભો જેવા કે, જમીન લેવલીંગ, સિંચાઇ માટે લીફ્ટ ઇરીગેશન, દુધાળા પશુ ગાય અને પીવાના પાણીની સુવિધાઓ જેવી સામુહિક ગામ વિકાસના કામો કરવામા આવે છે. ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને આહવા તાલુકાના વાંવદા ગામમાં વન લક્ષ્મી યોજના અંતર્ગત પાણીની ટાંકી/અનાજ ઉણપવાના પંખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના જંગલ વિશે માહિતગાર કરતા વિજય પટેલે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રને અડીને આવેલ ડાંગ જિલ્લામા જંગલની જાળવણી થયેલ છે.

જેના કારણે આજે અહિ પ્રવાસન પણ વિકસીત થયેલ છે. આ જંગલ જ આપણા જિલ્લાની ઓળખ છે, ત્યારે જંગલની જાળવણી માટે સૌના સહિયાર પ્રયાસ જરૂરી છે. સાથે જ જંગલની ઉપજમાં સહકાર આપવા ગ્રામજનોને વિજય પટેલે અનુરોધ કર્યો હતો. વન વિકાસ સહકારી મંડળી લી. વાંવદા મંડળીને અનાજ કાઢવાના પંખા ૨૦ નંગ જેની કુલ રકમ ૩,૧૯,૮૦૦ જે ૧૦ લાભાર્થી દીઠ એક પંખા સાથે કુલ ૨૦૦ લાભાર્થીઓ તેમજ રૂપિયા ૧૧ લાખના ખર્ચે ૫૦૦ લીટર પાણીની ટાંકી ૨૦૦ નંગ જે મંડળીઓના કુલ ૨૦૦ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

#GujaratConnect #વન લક્ષ્મી યોજના #Van Lakshmi Yojana #Vanvda village #DangNews #Dang Samachar #Van Laxmi Scheme #વન લક્ષ્મી” અભિયાન
Here are a few more articles:
Read the Next Article