ગુજરાત સરકારના ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર પ્રેરીત પ્રયોશા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ દ્વારા સરકારી સાયન્સ કોલેજ, આહવા ખાતે પ્રચાર્ય ડો. એ.જી.ધારીયાના અધ્યક્ષતા હેઠળ વિશ્વ અંતરીક્ષ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ અંતરીક્ષ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને સુર્ય પર દેખાતા સૌર કલંક અને તે કેમ દેખાય અને તેમની પૃથ્વીના વાતાવરણમાં શું ફેરફાર થાય છે તે વિશે જાણકારી અને વિવિધ પ્રકારના ટેલીસ્કોપની જાણકારી પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ, આહવાના કોઓર્ડીનેટર રતિલાલ સુર્યવંશી દ્વારા આપવામાં આવી હતી. તેમજ વિધાર્થીઓને રીફ્લેક્ટર ટેલીસ્કોપ દ્વારા સૌર કલંક બતાવી તેમની સંખ્યામા વધ કે, ઘટ થાય ત્યારે પૃથ્વીના વાતવરણમાં થનારા ફેરફાર વિશે વિગતવાર સમજણ આપી હતી. આ પ્રસંગે બી.એસસી. પ્રથમ વર્ષના વિધાર્થીઓ તેમજ કોલેજના ફેકલ્ટીઓ જોડાયા હતા.